સાતપુલ નદીના ઢાળમાં આવેલી એક સોસાયટી પાસે ગેરકાયદેસર રીતે ગૌવંશ કતલ
કરવાના ઇરાદે બાંધી રાખ્યા હોવાની બાતમીના આધારે પંચમહાલ પોલીસ ની ટીમોએ
તપાસ હાથ ધરીને રેડ પાડી હતી.પોલીસે એક પછી એક કરીને ૫૮ જેટલા ગૌવંશો બચાવી લીધા હતા, સાથે સાથે કુહાડી,ધારદાર
ચપ્પા,વજનકાટો મળી આવ્યા હતા.
પરવડી ગૌશાળા ખાતે મોકલી આપવામા આવ્યા હતા.પોલીસ દ્રારા આટલી મોટી
સંખ્યામાં ગૌવંશોને બચાવી લેવામાં આવતા કતલ થતા અટકી જવા પામી છે.આ
વિસ્તારમાં પહેલા પણ ગેરકાયદેસર રીતે ગોધી રાખેલા ગૌવંશને પોલીસ દ્રારા
બચાવી લેવામા આવ્યા છે.હાલ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા
હોવાનુ જાણવા મળ્યુ છે.
Advertisement