– ગ્રામીણ જનતા અને સગર્ભા માતાના જીવન ‘’હ્રદયરોગથી’’ બચાવવાનો ઉમદા કાર્યક્રમ હાથ ધરેલ છે તેમા ૯૨૨૪ સગર્ભા માતાઓના કાર્ડીઓગ્રામ કરાયા અને ૮૨૬ અન્ય વ્યકિતઓના ઇ.સી.જી. કરાયા : સી.ડી.એચ.ઓ ડો. શિલ્પા યાદવ
– ૨૦૯ સગર્ભા માતાઓના ઇ.સી.જી. અસાામાન્ય જણાતાં તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇને તજજ્ઞ તબીબ દ્વારા સાારવાર અપાવવામા આવી
ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના ચાલીસ પ્રાથમિક આરોગ્યમા અમદાવાદ જિલ્લામા લાઇફ લાઇન ઇ.સી.જી.. પ્રોજેકટ તા.૩૦ મી એપ્રિલ ૨૦૧૮ થી શરુ કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ.સી.જી ની સુવિધા ઉપલબ્ધ બનતા હ્રદરરોગના પ્રમાણ અને તેનાથી થતાં મરણ અટકાવવાના અને ખાસ કરી સગર્ભા માતાના હ્રદયની તકલીફ ના કારણે થતા મરણ અટકાવવા માતા મરણ અટકાવવાના હેતુથી અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવના માર્ગદર્શન અને સુચના અનુસાર અમદાવાદ જિલ્લામાં લાઇફ લાઇન ઇ.સી.જી. પ્રોજેકટ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ.સી.જીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે અને તેના દ્વારા કુલ દશ હજાર ઇ.સી.જી કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ૯૨૨૪ સગર્ભા માતાઓના ઇ.સી.જી. કાઢવામા આવેલ છે અને ૮૨૬ અન્ય વ્યકિતઓના ઇ.સી.જી. કાઢવામાં આવેલ છે.
ગ્રામીણ જનતા અને સગર્ભા માતાને હ્રદયની તકલીફમાં ગ્રામ્ય લેવલે પી.એચ.સી. ખાતે કાર્ડીઓગ્રામની સુવીધા પ્રાપ્ત થતા અને ત્વરીત નિદાન અને ગોલ્ડન પીરીયડ એટલે કે દુખાવા થયાની ૮૦ મીનીટમા સારવાર મળી જાય તો હ્લદયરોગીનો જીવ બચી જાય છે. તેથી ગ્રામીણ જનતાઅને સગર્ભા માતાના જીવન બચાવવાનો ઉમદા કાર્યક્રમ હાથ ધરેલ છે અને ૯૨૨૪ સર્ગભાા માતાના ઇ.સી.જી. કાઢવામા આવતા તેમા થી ૨૦૯ સગર્ભા માતાઓના ઇ.સી.જી. અસાામાન્ય જણાતા તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇને તજજ્ઞ તબીબ દ્રવારા સારવાર આપવામાં આવેલ છે. આમ કુલ ૧૮૪ ઇ.સી.જી. જેઓના એબનોર્મલ આવેલ છે તેવા દર્દીઓને તજજ્ઞ તબીબ દવારા સાારવાર અપાવવામા આવી છે તેવુ સી.ડી.એચ.ઓ ડો. શિલ્પા યાદવ એ જણાવ્યુ હતુ.
જિલ્લાના સામાન્ય જન આરોગ્ય ને હ્રદયરોગ જેવા અતિ ગંભીર રોગમાથી બચાવવાના ઉમદા કાર્યક્રમ હાથ ધરવામા આવેલ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે વિરમગામ તાલુકાના ગોરૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને સગર્ભા માતાના ઇ.સી.જી. કરવાની પ્રક્રિયાનુ નીરીક્ષણ કર્યું હતુ તેઓની સાથે જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. ગોત્તમ નાયક ડીટીઓ ડો. દીક્ષીત કાપડીયા તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધીકારી ડો. ચિંતન દેસાઇ તાલુકા હેલ્થ ઓફીસર ડો. વિરલ વાધેલા મે.ઓ ડો. સંગીતા પટણી હાજર રહયા હતા.