ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચના સામાજિક કાર્યકરોએ અવેદનન પત્ર પાઠવી જણાવ્યું હતું કે આપ સમગ્ર ભરૂચ જિલ્લાના સૌથી ઉચ્ચ અમલદાર છો. આપના હુકમોની પાલન સૌ અમલદારોએ કરવાનું રહે છે, ત્યારે ભરૂચના મામલતદાર અને નાયબ કલેક્ટર આપના હુકમનું પાલન ન કરતા હોય તો તેમની સામે પણ પગલાં લઈ શકાય.
વધુમાં જણાવેલ છે કે ઝાડેશ્વર ગામના જમીન મહેસૂલના સર્વે નં. 275માં આવવા જવાનો રસ્તો છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી નર્મદા કોલેજ ઝાડેશ્વર દ્વારા કરવામાં આવ્યો હતો. આપ દ્વારા હુકમ કરી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને આ આદેશનું પાલન નાયબ કલેક્ટર અને મામલતદારે કરવાનું હતું. પરંતુ તેઓએ ગંભીર રીતે બેદરકારી દાખવતાં આખરે હિતેશકુમાર હીરાલાલ પરમારે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેમની અટક કરી ગેરકાયદેસર રીતે સબજેલમાં મોકલી આપેલ છે. તેથી કલેક્ટર ભરૂચના આદેશનું પાલન કરી જો રસ્તો ખુલ્લો નહિ કરી આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ સામાજિક અગ્રણીઓએ જણાવેલ છે.