એશિયાની સૌથી મોટી ગણાતી ઔદ્યોગિક વસાહત એટલે અંકલેશ્વર જીઆઇડીસી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારના કેમિકલ ધરાવતી કંપનીઓ આવેલ છે. ત્યારે આવી કંપનીઓ દ્વારા કેટલીક વાર પોતાના સ્વાર્થ તેમજ સ્વબચાવ માટે પોતાની કંપનીનું કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી જ્યાં ત્યાં છોડવામાં આવે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી આ કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી તે પીવાના પાણીની લાઈનમાં મુક્ત કરવામાં આવે છે. આ પીવાના પાણીનો રંગ કાટમાળ જેવો કાળો તેમજ અત્યંત દુર્ગંધ સહિત હોય છે.
અંકલેશ્વર શહેરના ઘણા વિસ્તારોમાં લોકોના ઘરમાં આ પ્રકારનું કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી આવે છે. આ પાણીને રસ્તે રખડતા ઢોર પણ નથી પિતા તો માણસની તો વાત જ ક્યાં આવે. જે પાણી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાછૂટકે પીવું પડે છે. જેને લઈ ઘણીવાર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટી અસર પડે છે. જ્યારે પૈસાદાર લોકો આર.ઓ. મશીનનું મિનરલ વોટર આરોગે છે. આવા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી પીવાથી અસરગ્રસ્તોની શું હાલત થતી હશે તે તો આપ કલ્પી જ શકો છો. આવા અસરગ્રસ્તો પીવાના સ્વચ્છ પાણી માટે વલખા મારી રહ્યા છે, તે એક સનાતન સત્ય જે હાલ સુધી તંત્રને દેખાતું નથી.