Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:- ગોધરા શહેરમાં જિલ્લા કલેક્ટરે દિવ્યાંગોની જનજાગૃતિ રેલીનું કરાવ્યું પ્રસ્થાન ગોધરા રાજુ સોલંકી

Share


વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગોની જન જાગૃતિ રેલી યોજી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે ગોધરા શહેરના ગાંધી ચોકથી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ ફેલાય સમાજ અને દેશના વિકાસમાં દિવ્યાંગોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગાંધી ચોકથી-ચિત્રા રોડ-વિશ્વકર્મા ચોક નગરપાલિકા જેવા શહેરના સ્થળોએ ફરી ગાંધી ચોક ખાતે વિસર્જિત થઇ હતી. આ રેલીનું આયોજન ગોધરાની ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ૭૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, સમાજ સુરક્ષા વિભાગ, બાળા સુરક્ષા કચેરી, ગોધરા મામલતદાર અને કર્મચારીઓ જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

રાજપીપળા રામગઢના ક્ષતિગ્રસ્ત પુલનું યુદ્ધના ધોરણે થઈ રહેલું સમારકામ

ProudOfGujarat

અમદાવાદમાં ધોધમાર વરસાદ : આગામી બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી.

ProudOfGujarat

પાંચ મહિના પહેલાની તકરારની રીસ રાખી યુવાન પર પિતા-બે પુત્રનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!