Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના જુના કાંસિયા ખાતે બાઈક ચાલક પર અજાણ્યા ઈસમોનો હુમલો.

Share

અંકલેશ્વરના માંડવા ગામે રહેતા યુવાન પર જુના કાંસિયા ગામે અજાણ્યા ઈસમોએ માર મારી ઇજા પહોંચાડતા મામલો અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો.

પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર માંડવા ગામે રહેતો રતિલાલ વસાવા રાત્રિના 9 વાગ્યાના સુમારે તેના મિત્ર સાજીદ સાથે બાઈક નંબર GJ 16 BJ 7866 પર જુના કાંસિયા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા બેથી ત્રણ અજાણ્યા ઈસમોએ તરુણને અટકાવી માર માર્યો હતો. જેને લઇ તેને ફ્રેક્ચર પણ થયું હતું. હુમલાખોરોએ તરૂણની બાઇક પણ તોડી નાખી હતી. ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે તરૂણ પટેલ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોની શોધખોળ હાથ ધરાઇ છે.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

લુણાવાડા તાલુકાના સિંગન્લીના જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળી અનેક તર્કવિર્તક…

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી માં ધરખમ વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!