મળતી માહિતી અનુસાર ગઈ કાલે સવારે લગભગ ૧૦-૧૧ વાગ્યાની આસપાસ ઝઘડીયા તાલુકાના ઉંચેડિયા ગામના ખેડૂતો ખેતર ગયા હતા ત્યાં નર્મદા નદીના કિનારે તેઓએ ખુબ જ મોટો મગરમચ્છ જોયો હતો. થોડી વાર જોયા કર્યા પછી એમને લાગ્યું કે મગરનું મૃત્યુ થઈ ગયું હોય એમ લાગે છે, ખુબજ સમય સુધી જોતા મગર જીવે છે એમ ખબર પડી હતી. મગરમચ્છ ખુબજ ઝડપથી ગોરસ આમલીના કાંટા હતા તેમાં ઘુસી ગયો હતો. ત્યાર બાદ ખેડૂતોએ ગામના સરપંચ મુકેશ પટેલને જાણ કરતા તેઓએ બોરોસીલ લિમિટેડમાં કામ કરતા રંજીતભાઈને જાણ કરી હતી કે જેઓ સાપ અને વન્ય પ્રાણી બચાવવાનું કાર્ય કરે છે. રંજીતભાઈએ યોગેશ મિસ્ત્રીને જાણ કરતા નજીના ખરચી ગામના રહેવાસી મનીષ પટેલનો મોબાઈલ નંબર આપ્યો હતો. મનીષભાઈને વાતની જાણ થતાં જ તેઓ ઝઘડીયા વન વિભાના ફોરેસ્ટર મહેશ વસાવાને વાતની જાણ કરી હતી. ત્યાર બાદ ઉંચેડિયા ગામ પહોચીને તાપસ કરતા મગર પકડાઈ જશે એમ લાગતા પોતાની સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્યોને બોલાવી લીધા હતા. ટીમના સભ્યો વન વિભાગના આર.એફ.ઓ. ત્રિવેદી સાહેબ ફોરેસ્ટર મહેશ વસાવા સાહેબ અને ગામજનોની મદદથી ૨-૩ કલાકના રેસ્ક્યુ બાદ આશરે ૧૩ ફૂટ લાંબા મહાકાય મગરમચ્છને સુરક્ષિત રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં મગરમચ્છને ઝઘડીયા રેન્જ ખાતે મગરમચ્છને જરૂરી તબીબી તપાસની કાર્યવાહી કર્યા બાદ ટુક સમયમાં તેને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવશે.
ઝઘડીયાના ઉંચેડિયા ગામેથી 13 ફૂટ લાંબા મહાકાય મગરમચ્છને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો.
Advertisement