( હોસ્પિટલમાં 24 કલાક ઇમર્જન્સી સારવાર બંધ પ્રસુતિ ગૂહ ચાલુ કરવા અને સ્ટાફ કવોટર બાબત.મંત્રીને રજુવાત કરાતા ઘટતું કરવાની ખાત્રી આપી ( મહેન્દ્ર પંચાલ..વલસાડ )
ઉંમરગામ 2/12/18
ઉંમરગામ તાલુકાના દેહરી ગામે રૂપિયા એક કરોડના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મુકવામાં આવ્યુ હતું જેથી લોકોમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો અનિલ પટેલ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ર્ડો ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ સભ્ય કલાવતીબેન કામલી ગામના સરપંચ કલ્પનાબેન રાઠોડ ઉપસરપંચ કેતનભાઈ પાટીલ તથા પંચાયતના સભ્યો યુ આઈ એ ના પ્રમુખ શ્યામ વિઝન પાલિકા પ્રમુખ રામસસબ લાયન્સ ક્લબ ના પ્રમુખ ગણેશભાઈ બારી સરપંચ સંગઠનના પ્રમુખ મહેશ માસિયા ભાજપ તાલુકા પ્રમુખ કનુભાઈ સોનપાલ મહામંત્રી મુકેશભાઈ પટેલ ઉધોગપતિ ઈશ્વરભાઈ બારી, સંતોષ ભાઈ રવેસિયા મામલતદાર ગામીત તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબા ગોહિલ ર્ડો શિવલાલ સહીત મોટી સંખ્યામાં ગ્રામ જનો અને આરોગ્ય નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો દેહરી ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ મંત્રી રમણભાઈ પાટકરને લેખિતમાં રજુવાત કરી કે દેહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ નું જે નિર્માણ કરવામાં આવ્યુ છે અને નવો સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે જે ખુબ ખ઼ુશિ ની વાત છે. અમો આ બાબતે આપનો તથા આપણી સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. વધુમાં આપણે જણાવવા માંગીએ છીએ કે દેહરી ગામની વસ્તી દસ (10) હજાર લોકોની છે બાજુના ગોવાડા ગામની વસ્તી ચાર (4) હજાર લોકોની છે નજીકના બોર્ડર ઉપર આવેલા ઝાઈ ગામની વસ્તી પણ ચાર (4)હજાર લોકોની છે એટલુંજ નહિ દેહરી માં નવી નવી ધણી નાનીમોટી ફેક્ટરી ઓ આવી છે અને આવી રહી છે જેમાં આઠ (8)હજાર જેટલા કામદારો કામ કરે છે આમ કહીયે તો પચીસ (25)હજાર લોકોને આ હોસ્પિટલ થી લાભ થવાનો છે ત્યારે આ હોસ્પિટલમાં ઇમર્જન્સી 24 કલાક સારવાર મળી રહે તે ખુબ જરૂરી છે વધુમાં ડૉક્ટર દેહરી ખાતે રહેતા નથી અને ઉપડાઉન કરે છે મોટા ભાગનો સ્ટાફ પણ અપડાઉન કરે છે જેથી સાંજે પાંચ વાગ્યાથી હોસ્પિટલ બંધ થઈ જાય છે હવે દેહરી માં સરકારી હોસ્પિટલ સિવાય કોઈ ખાનગી હોસ્પિટલ પણ નથી એટલે આવા સમયે ગામના દરેક લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને નાછૂટકે ઉંમરગામ માં ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે . વધુમાં ખાસ તો ડિલેવરી પ્રસુતિ ગૃહ બંધ છે પેહલા વર્ષ દહાડે બસો અઢી સૌ પ્રસુતિ દવાખાના માં થતી હતી પેહલા આ જૂનું સરકારી દવાખાનું ઓછા સ્ટાફ અને એક માત્ર ડૉક્ટર થી 24 કલાક ધમધમતું હતું હાલમાં છેલ્લા દસેક વર્ષથી પ્રસુતિગૃહ બંધ છે. અને હોસ્પિટલમાં હવે આટલો મોટો સ્ટાફ અને સારુ મકાન છે જેથી આ બાબતે લોકોની લાગણી અને માગણી છે કે હોસ્પિટલ માં ચોવીસ કલાક ઈમરજન્સી સારવાર સેવા મળી રહે બીજું અગત્ય નું કે ડિલેવરી પ્રસુતિ ગૂહ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી છે આ સેવા કાર્યરત થશે તો જ સાચ્ચા અર્થમાં હોસ્પિટલ પાછળ કરેલો લાખો રૂપિયા નો ખર્ચ ખરા અર્થ માં સાર્થક થશે મંત્રી રમણભાઈ પાટકરે આરોગ્યની સેવા યોજનાની જાણકારી ઓ આપી હતી અને પંચાયત તથા ગામ જનો દ્વારા હોસ્પિટલ બાબતે થયેલીરજુવાત નું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ પણ આ વિસ્તાર પોતાના મત વિસ્તાર હોઈ આરોગ્ય ની સેવા બાબતે તમામ માંગણી સંતોષવાની ખાત્રી આપી હતી