છોટાઉદેપુર અને અન્ય દૂરના વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારોને ભાડું માથે પડ્યું.
આજે ભરૂચઃજિલ્લાના ૪૦ કેન્દ્રો પર ૧૪૭૯૦ ઉમેદવારો પોલીસ તંત્રના લોકરક્ષકદળ ની પરીક્ષા આપનાર હતા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ આયોજન ગોઠવી દેવાયું હતું ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર માં પહોંચી ગયા હતા ત્યાં અચાનક જાહેર કરાયુંકે પરીક્ષા રદ કરવામાં આવીછે પરંતુ તેનું કારણ જાહેર ન કરાયું છોટા ઉદેપુર અને અન્ય દુર ના વિસ્તારોમાંથી આવેલા ઓના ભાડાની રકમ અને અન્ય ખર્ચ માથે પડતા તેઓમાં રોષ ની લાગણી ફેલાઈ ગઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સમતીના સહ મંત્રી સમસાદ અલી સેદે જણાવ્યું કે આબનાવ ગુજરાત સરકારના ખાડે ગયેલ વહીવટ ને સ્પષ્ટ કરેલ છે જયારે ભરૂચઃજિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા એ જણાવ્યું કે ભ્રસ્ટાચાર વ્યાપી ગયો છે આવી મહત્વ ની પરીક્ષાના પેપર લીક થાય તેની તપાસ કરાય ઉમેદવારોને થયેલ ખર્ચનું વળતર મળે એવી અમારી માંગ છે અન્યથા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત પોલીસ લોક રક્ષક દળની પરીક્ષા રદ થતા ૧૪૭૯૦ ઉમેદવારો અટવાયા. કોંગ્રેસના તીવ્ર પ્રત્યાઘાત .
Advertisement