સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 30 દિવસમાં 6,38,57,331 કરોડની આવક.
રાજપીપળા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું બાદ 1લી નવેમ્બરે એને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું હતું.તો 1લી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુલ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા છે જેના લીધે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 6,38,57,331 રૂપિયાની આવક થવા પામી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદના એક મહિનાના લેખા જોખાની જો વાત કરીએ તો આ એક મહિના દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા પણ એમણે કેટલીયે તકલીફો અને ચઢાવ-ઉતારનો સામનો કર્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મુખ્ય આકર્ષણ એવા વેલી ઓફ ફલાવરના ફૂલો સુકાય ગયા અને થોડા સુધારા વધારા કરવા માટે વેલી ઓફ ફલાવર નિહાળવાનું બંધ પણ કરવામાં આવ્યું.આખા મહિના દરમિયાન દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો વધુ ધસારો જોવા મળ્યો હતો.એ પછીના દિવસીમાં પણ પ્રવાસીઓના વધુ ધસારાને ધ્યાને રાખીને નર્મદા પોલીસ અને પીઆરઓ ઓફિસના કર્મચારીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે જે ખરેખર સરાહનીય કહેવાય.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના એક મહિના બાદ સીએમ રૂપાણીએ પણ મુલાકાત લીધી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં,મ્યુઝિયમમાં,વેલી ઓફ ફલાવરમાં કેટલાક ફેરફારો કરવા તંત્રને જરૂરી સૂચનો પણ કર્યા હતા.આ સમય દરમિયાન સ્થનિકોએ નોકરી મુદ્દે જે 3-3 વાર હંગામો કર્યો એ મુદ્દો હલ કરવા તંત્રના નાકે દમ આવ્યો હતો,સીએમ રૂપાણીએ પણ પોતાની 30મી નવેમ્બરની મુલાકાત દરમિયાન વહીવટીતંત્રને કેટલા સ્થાનિકોને રોજગારી મળી કેટલા બાકી છે એ મામલે પૃચ્છા કરી હતી.થોડા દિવસો પેહલા જ અમુક અસરગ્રસ્તોએ રોજગારી અને નોકરી મુદ્દે L&T સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો એ મુદ્દે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ બે દિવસ બાદ ઉત્તરપ્રદેશના પ્રવાસીઓએ નિઃશુકલ પ્રવેશ મુદ્દે હંગામો મચાવ્યો હતો બાદ એમને નિઃશુકલ અંદર પ્રવેશ પણ અપાયો હતો.
આમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના એક મહિના બાદ વાદ-વિવાદનો પ્રવાસીઓ પર કોઈ અસર પડ્યો નથી.1 મહિના બાદ પણ પ્રવાસીઓ તો મોટી સંખ્યામાં આવી જ રહ્યા છે.પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક વહીવટકર્તાઓમાં મેનેજમેન્ટનો અભાવ જરૂર વર્તાઈ રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાયમ માટે એક 108 ઇમરજન્સી વાન અને પીએચસી સેન્ટર ઉભું કરાય એવી માંગ પ્રવાસીઓમાં ઉઠી છે.
■1 થી 30 મી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આટલી આવક થઈ.
◆(1) 1લી નવેમ્બરે 896 પ્રવાસીઓ 2,98,450 રૂપિયા આવક (2) 2જી નવેમ્બરે 1830 પ્રવાસીઓ 5,51,900 રૂપિયા આવક(3) 3જી નવેમ્બરે 3989 પ્રવાસીઓ 12,45,050 રૂપિયા આવક(4) 4થી નવેમ્બરે 7107 પ્રવાસીઓ 22,16,020 રૂપિયા આવક(5) 5મી નવેમ્બરે 3667 પ્રવાસીઓ 12,27,510 રૂપિયા આવક(6) 6ઠ્ઠી નવેમ્બરે 5017 પ્રવાસીઓ 17,33,710 રૂપિયા આવક(7) 7મી નવેમ્બરે 11,219 પ્રવાસીઓ 25,74,700 રૂપિયા આવક(8) 8મી નવેમ્બરે 17,280 પ્રવાસીઓ 36,89,160 રૂપિયા આવક(9) 9મી નવેમ્બરે 23,666 પ્રવાસીઓ 41,47,956 રૂપિયા આવક (10) 10મી નવેમ્બરે 33,576 પ્રવાસીઓ 33,62,860 રૂપિયાની આવક(11) 11મી નવેમ્બરે 24854 પ્રવાસીઓ 44,79,550 રૂપિયાની આવક (12) 13મી નવેમ્બરે 14716 પ્રવાસીઓ 30,30,500 રૂપિયાની આવક(13) 14મી નવેમ્બરે 12888 પ્રવાસીઓ 26,84,774 રૂપિયાની આવક(14) 15મી નવેમ્બરે 9229 પ્રવાસીઓ 19,77,750 રૂપિયા આવક(15) 16મી નબેમ્બરે 10668 પ્રવાસીઓ 27,56,391 રૂપિયાની આવક(16) 17મી નવેમ્બરે 11621 પ્રવાસીઓ 30,08,490 રૂપિયાની આવક (17)18મી નવેમ્બરે 13834 પ્રવાસીઓ 31,51,360 રૂપિયાની આવક(18) 20મી નવેમ્બરે 7165 પ્રવાસીઓ 25,80,912 રૂપિયાની આવક(19) 21મી નવેમ્બરે 8380 પ્રવાસીઓ 29,95,370 રૂપિયાની આવક (20) 22મી નવેમ્બરે 7162 પ્રવાસીઓ 17,34,680 રૂપિયાની આવક(21) 23મી નવેમ્બરે 9467 પ્રવાસીઓ 23,77,570 રૂપિયાની આવક(22) 24મી નવેમ્બરે 10552 પ્રવાસીઓ 2936130 રૂપિયાની આવક (23) 25મી નવેમ્બરે 12690 પ્રવાસીઓ 28,61,040 રૂપિયાની આવક(24) 27મી નવેમ્બરે 9467 પ્રવાસીઓ 23,77,570 રૂપિયાની આવક (25) 28મી નવેમ્બરે 5488 પ્રવાસીઓ 15,60,300 રૂપિયાની આવક(26) 29મી નવેમ્બરે 11025 પ્રવાસીઓ 28,55,590 રૂપિયાની આવક(27) 30મી નવેમ્બરે 4500 પ્રવાસીઓ 1421140 રૂપિયાની આવક