તા. 28/10ની અરજી અંગે કતારગામથી સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીની જોવાતી રાહ.
ભરૂચના એક્સિસ બેંકના ATMમાંથી ત્રાહિત વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા હોવાનો બનાવ બનતા જસુભાઈ કે. પટેલે તા. 28/10/18ના રોજ સી’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપેલ છે. આ અંગેની વધુ વિગત જોતા જસુભાઈ પટેલ રહે; 35, જગન્નાથપુરી સોસાયટી, સાંઈબાબા મંદિર, ઝાડેશ્વર ખાતે રહે છે. 15 વર્ષથી એક્સિસ બેન્કમાં ખાતું ધરાવે છે. ત્યારે તા. 25.10.18ના રોજ સાંજના સમયે ભરૂચ સુપર માર્કેટ એક્સિસ બેંકના ATMમાં નાણાં ઉપાડવા ગયા હતા પરંતુ 2 વખત પ્રયાસ કરવા છતાં નાણાં ન મળતા પાંચબત્તી પાસે એક્સિસ બેન્કના ATMમાં ગયા હતા. જ્યાં મશીન બંધ હોવાથી SBI બેંકના ATMમાં નાણાં ઉપાડવા જતા નાણાં મળ્યા ન હતા. તેથી ઘરે આવી તપાસ કરતા ત્રાહિત વ્યક્તિએ ખાતામાંથી રૂપિયા 1,70,000/- ઉપાડી લીધા હોવાનું જણાતાં તા. 28/10ના રોજ સી’ ડિવિઝન ખાતે અરજી આપી હતી. આ અરજીની તપાસ કરતા સાઇબર ક્રાઈમના પી.એસ.આઈ. ધડુકના જણાવ્યા અનુસાર હાલ, આ અંગે કતારગામ ખાતેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય માહિતીની રાહ જોવાઇ રહી છે.