Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

Share

આજરોજ ભરૂચના કણબીવગા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પરિચય પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજમાંથી આવતા વિવિધ શૈક્ષણિક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું ટ્રોફી એનાયત કરી સન્માન કરાયું તો સાથે સાથે સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના અપરણિત લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પરિચય પસંદગી મેળાનું પણ આયોજન કરાયું હતું.

Advertisement

આ પ્રસંગે સમાજ માટે વર્ષોથી પોતાનું યોગદાન આપનાર માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠાના સ્થાપક ધનજીભાઈ પરમારનું શાલ ઓઢાડી તેમજ શિલ્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, રાજેન્દ્ર સુતરિયા અરવિંદ દોરાવાલા, ધર્મેશ પરમાર, કનુ પરમાર, અપેક્ષા પટેલ, ગીતા વાઘેલા તેમજ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં સમસ્ત વણકર સમાજના તેજસ્વી તારલાઓ, યુવક-યુવતીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

નડિયાદ : વડતાલમાં ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ના રાજપીપલા રોડ ની આસપાસ ના વિસ્તારમાં ચાલતા કેમિકલ કૌભાંડ કરનારા ઝડપાયા

ProudOfGujarat

ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઇવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!