ભરૂચ નગરમાં વિવિધ શાળાઓ અને બાળ મંદિરોમાં બાળકોને લાવવા લઇ જવા માટેની વ્યવસ્થા શાળા સંચાલકો અથવા વાલીઓ દ્વારા કરવામાં આવે છે. ભરૂચમાં એક ઇકો વાનના ચાલકે એકલતાનો લાભ લઇ માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીને શારીરિક અડપલા કર્યા હતા. જેની ફરિયાદ બાળકીએ તેના માતાપિતાને કરવામાં આવતા ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગર સોસાયટીના મકાન નંબર 2498 રહેતો ચિરાગ રમેશચંદ્ર મોદી કે જે ભરૂચની એક શાળામાં વિદ્યાર્થીઓને લાવવા લઇ જવા માટે ઇકો વાન ચલાવે છે. જે બે દિવસ અગાઉ શાળાએથી વિદ્યાર્થી બાળકોને તેઓના ઘરે મૂકવા જતો હતો તે દરમિયાન ઇકો વાનમાં એક ત્રણ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ તેના સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ હેબતાઈ ગયેલી માસૂમ બાળકીએ પોતાના પરિવારજનોને પોતાના સાથે થયેલ બનાવ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ બાળકીના પરિવારજનો દ્વારા ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે આ એક ગંભીર ગુનો હોવાથી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો હેઠળ IPC કલમ 3 અને 4 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે ફરિયાદના આધારે આરોપીને સૌપ્રથમ શારીરિક તબીબી તપાસ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો જે બાદ વધુ તબીબી તપાસ અર્થે આરોપીને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.