Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તાપી હોટલ પાસે કાર પલટી જતા કારચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અંકલેશ્વર નજીક કાર પલટી જતા કારચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

બનાવ અંગેની વિગત જોતા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન સ્ટેશનના જણાવ્યા અનુસાર મોતીલાલ રવજી વસાવા ઉંમર વર્ષ 36 કે જેઓ ટાટા ઇન્ડિકા કાર હાંકી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક ધોરી માર્ગ ઉપર તાપી હોટલ પાસે પોતાની કારના સ્ટિયરિંગ પર કંટ્રોલ ન રહેતા કાર પલટી ગઈ હતી. ઘટનામાં મોતીલાલ વસાવાનું ગંભીર ઇજાના પગલે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. આ બનાવ અંગે અંકલેશ્વર સિટી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદના જોરાબંધમાં ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદની સેશન્સ અદાલત.

ProudOfGujarat

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું.

ProudOfGujarat

PM મોદીનો 2024 ની ચૂંટણી માટેનો માસ્ટર સ્ટ્રોક, 10 લાખ નોકરીની જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!