પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવામાં માટે ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાનમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનોદ લક્ષ્મણ વસાવા તથા નજીકમાં આવેલ કુલીનગરમાં રહેતા સોમા બાલુ વસાવા નાઓના ઘરે પ્રોહીબીશનના ગુના અંગે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલ એમ કુલ મળી નંગ 396 જેની કુલ કિંમત રૂપિયા 39,600/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રોહિબિશનના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેમના સંબંધી રાજુ ઉર્ફે ઢોલો રમેશ વસાવા. રહે; ગુજરાત હાઉસિંગ બોર્ડ, કુલીનગર, અંદાડા, અંકલેશ્વર નો મૂકી ગયેલ હોવા વેચાણ કરતો હોવાનું જણાવતા તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા હેતુસર તપાસ હાથ ધરવામાં આવેલ છે.