જિલ્લાની ૯ તાલિકા પંચાયતો પૈકી ૪ BJP, ૨ કોંગ્રેસ, ૩ JDU હસ્તક…
જિલ્લા પંચાયત માટે પણ કોંગ્રેસ- JDU વચ્ચે બેઠકો શરૂ…
ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ ની કવાયત પુર્ણ થયા બાદ હવે ૯ તાલુકા પંચાયતો અને ૧ જિલ્લા પંચાયત માટે વિવિધ પક્ષોએ કસરત શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાની ૯ તાલુકા પંચાયતો પૈકી અંક્લેશ્વર, હાંસોટ, જંબુસર, અને આમોદ તાલુકા પંચાયતમાં ભાજપાનુ શાસન છે. જ્યારે કે ઝગડીયા, વાલિયા, અને નેત્રંગમાં જેડીયુ તથા ભરૂચ-વાગરામાં કોંગ્રેસનું શાસન છે. નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ ની વરણી બાદ હવે તાલુકા પંચાયતોનો વારો છે ત્યારે કોંગ્રેસ, ભાજપા અને જેડીયુ એ આ માટે કસરત શરૂ કરી છે ઝગડીયા વાલિયા અને નેત્રગં માં જેડીયુ નાં સુપ્રીમો છોટુ વસાવા જે કરે એ જ ફાઈનલ રહેશે એ નક્કી છે જ્યારે કે અંક્લેશ્વર, હાંસોટ, જંબુસર અને આમોદતાલુકા પંચાયત માં નવા પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોને મુકવા એ અંગે સોમવારે ગાંધીનગર કમલમ ભાજપા કાર્યાલય ખાતે પાર્લિયામેંન્ટ્રી મીટીંગ યોજાઈ છે. આ ચારેય તાલુકા પંચાયતોમાં પોતાની દાવેદારી કરનારાઓ પણ સમર્થકો સાથે લોબિંગ માટે ગાંધિનગર દોડી ગયાં હતાં જેમાં કોનો હાથ ઉપર રહેશે અને કોનુ વર્ચસ્વ રહેશે એ હવે જોવું રહ્યું…
ભરૂચ અને વાગરા તાલુકા પંચાયતમાં કોંગ્રસનું શાસન છે. આ બંને તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ ના દાવેદારોની સેન્સ પ્રદેશ કોંગ્રસનાં અગ્રણી અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રવિવારે લીધી હતી. તેમણે કોંગી આગેવાનો, દાવેદારો અને કાર્યકર્તાઓ-સમર્થકો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. ભરૂચ તાલુકા પંચાયતની સ્થિતિ હાલ પ્રવાહી છે. હાલમાં ભરૂચ તાલુકા પંચાયતમાં ભાજપાનાં ૧૫ સ્ભ્યો થઈ ગયાં છે જયારે કે કોંગ્રેસ નાં ૧૩ સ્ભ્યો છે. જેથી આ તાલુકા પંચાયત ભાજપા પાસે જાય એવી પૂરી શક્યતા છે. ભાજપા મોવડીઓએ પોતાનાં ૧૫ સ્ભ્યો ને એક હિલ સ્ટેશન પર રવાના કરી દીધાં હોવાનુ પણ જાણવા મળ્યું છે ત્યારે હવે કોંગ્રેસ ભરૂચ તાલુકા પંચાયત જાણવી શકે છે કે ભાજપાની એક તાલુકા પંચાયત વધે છે એ ટૂંક જ સમયમાં ખ્યાલ આવશે.
જિલ્લા પંચાયત માં કોંગ્રેસ અને જેડીયુ નાં ગઠબંધનનું શાસન છે. ત્યારે આ ગઠબંધન મજબુત હોવાથી હાલ કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખ નાં અંતિમ નિર્ણય માટે બેઠકોનો દૌર ચાલી રહ્યોં છે જેમાં અંતિમ મહોર કોના પર વાગે છે એ પણ અટકાવો ચાલી રહી છે.
આમ, હાલ હવે ભરૂચ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતો માટે કોંગ્રેસ, ભાજપા અને જેડીયુનાં મવડીઓ-દાવેદારો-સમર્થકો વચ્ચે રાજકીય મસલતોનો દૌર ચાલી રહ્યોં છે ત્યારે આવનાર દિવસમાં કોણ બાજી મારે છે અને કોના હાથ હેઠા પડે છે એ જોવું રસપ્રદ બની રહશે.