ઝિમ્બાબાવેના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના પ્રધાન તરીકે વરાયેલા રાજેશ મોદીનું રાજપીપળામાં જાહેર સન્માન કરાયું.
ઝિમ્બાબ્વેના ભારત સાથે ધંધાકીય સંબંધો વધે એ માટે મોદી સરકારે ભરોસો આપ્યો છે:રાજેશ મોદી
ઝિમ્બાબ્વેના સરકારી ડેલીગેશને ભારતના ઉદ્યોગપતિઓ સાથે દિલ્હી,જયપુર અને સુરતમાં સફળ બેઠક,તમામ લોકોને ઝિમ્બાબ્વેમાં ઉદ્યોગો સ્થાપવા આમંત્રણ આપ્યું:રાજેશ મોદી
મહારાષ્ટ્રના ધૂલીયા નવાપુરા ગામે જન્મેલા રાજેશકુમાર ઇન્દુલાલ મોદીએ પોતાનો LLB નો અભ્યાસ ભરૂચ જિલ્લામાં પૂર્ણ કર્યો.બાદ તેઓએ રાજપીપળા GEBમાં એક મીટર રીડર તરીકે નોકરી પણ કરી.તેઓએ ધંધા અર્થે વર્ષ 1981માં વિદેશના આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશમાં વસવાટ કર્યો.બાદ ત્યાની પ્રજાની ઇચ્છીએ તેઓએ ત્યાં ચૂંટણીમાં જમ્પ લાવ્યું,જીત્યા અને ઝિમ્બાબ્વે સરકારમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સ મિનિસ્ટર બન્યા.ઝિમ્બાબાવેના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના પ્રધાન તરીકે મારી વરાયેલા રાજેશ મોદીનું રાજપીપળા સરદાર ટાઉન હોલમાં વિવિધ સમાજના અગ્રણીઓ,સામાજિક સંસ્થાઓ અને વણિક સમાજ દ્વારા જાહેર સન્માન કરાયુ હતું.
આ પ્રસંગે ઝિમ્બાબ્વે સરકારના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સ વિભાગના નાયબ મંત્રી રાજેશ મોદીએ જણાવ્યું હતું કે હું જ્યારે ઝિમ્બાબવે ગયો ત્યારે પારકાને પોતાના બનાવી રહેતો હતો એ જ પારકાઓએ મને પોતાનો બનાવી ચૂંટણી જીતાડી.એક અઠવાડિયા પેહલા ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા એ બાદ એમના આમંત્રણને લીધે હું ભારત અને ઝિમ્બાબ્વેના ધંધાકીય સંબંધો વિકસાવવા હું ભારત આવ્યો છું.ઝિમ્બાબ્વે સરકારને ભારતના પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે માન-સન્માન અને વિશ્વાસ છે.એ જ વિશ્વાસે મને ભારતમાં મોલકયો છે.ઝિમ્બાબ્વે સરકારના ડેલીગેશને દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુ સાથે લાંબી બેઠક કરી હતી.આ બેઠકમાં ભારતના ઉદ્યોગપતિઓ કઈ રીતે ઝિમ્બાબ્વેમાં પોતાના ઉદ્યોગો સ્થાપી રોકાણ કરી શકે એ બાબતે ચર્ચાઓ થઈ હતી.સુરેશ પ્રભુએ પણ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.એ બાદ જયપુરમાં અને સુરત,નવસારીમાં ડાયમંડ ઉદ્યોગકારો સાથે બેઠક કરી એ તમામને ઝિમ્બાબ્વેમાં એમનો ધંધો વિકસાવવા આમંત્રણ આપ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નવસારી સુરત ડાયમંડ એસો.સાથે મિટિંગ માટે ઝિમ્બાબ્વેના મંત્રી રાજ મોદીને નવસારી અને સુરત લાવવાનો મોટો ફાળો મૂળ નવસારીના અને છેલ્લા 32 વર્ષથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા સતિષભાઈ ગાંધીનો મોટો ફાળો છે તેમના સહકારથી ઝિમ્બાબ્વેમાં વધુમાં વધુ રોકાણકારો આવે તેવી વ્યવસ્થા થઈ હતી.