Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના આંબોલી ગામમાંથી જમીનમાં ખાડો ખોદી સંતાડેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા પ્રોહીબીશનના ગુનાઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ પેરોલ સ્કોડ ભરૂચ નાઓને બાતમી મળેલ કે અંકલેશ્વરના આંબોલી ગામમાં ટેકરી ફળિયામાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીમ્બો મંગુ વસાવાના રહેણાંક મકાનમાં પશુ બાંધવાના વાડામાં એક લોખંડના ટેબલ નીચે ખાડો ખોદી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સંતાડેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જઈ તપાસ કરતા જીગ્નેશ વસાવાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ 226 તથા બીયરના ટીન તેમજ બિયરની બોટલ કુલ નંગ 58 મળી કુલ કિંમત રૂપિયા 30,800/- ના મુદ્દામાલ સહિત પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા : ધી ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમા નાંદોદ ગરૂડેશ્વર તાલુકાનાં જૂથ ૧૧માં જંગી બહુમતીથી ચુંટાઈ આવતા સહકારી આગેવાન સુનિલભાઇ પટેલની હેટ્રિક.

ProudOfGujarat

સુરત : મહાવાવાઝોડાના એલર્ટને પગલે સુરતમાં ધારાસભ્ય સહિત સરકારી તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

એકતાનગરમાં ડેલીગેટ્સ દ્વારા G-20 પ્રદર્શનનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!