પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર સદંતરપણે નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાનમાં ભરૂચ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે નેત્રંગ પોસ્ટઓફીસ સામે પાનના ગલ્લાની બાજુમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા (૧) મોતી હુડીયા વસાવા. રહે; રોડવાળું ફળિયું, જુના નેત્રંગ. (૨) મિતેશ મણીલાલ વસાવા. રહે; રોડવાળું ફળીયુ, જુના નેત્રંગ. (૩) ચતુર શરદ વસાવા. રહે; રોડવાળું ફળીયુ, જુના નેત્રંગ. (૪) રમણ અમરસિંહ વસાવા. રહે; રામકોટ નીશાળા ફળીયું, નેત્રંગ નાઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા 15,540/- તેમજ ચિઠ્ઠીની સ્લીપ બુક નંગ 1 તથા ચિઠ્ઠી નંગ ૩ તથા બે નંગ બોલપેન તથા કાર્બન પેપર નંગ 1 તથા ૩ નંગ મોબાઇલ મળી કુલ કિંમત રૂપિયા 17,040/-ના મુદ્દામાલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ફરાર આરોપી અબ્દુલ મજીદ ઉર્ફે મજો અબ્દુલ રસીદ ઉર્ફે બાબુ પઠાણ. રહે; દર્શનનગર, નેત્રંગ નાઓને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરેલ છે.