પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ અલગ અલગ ટીમો બનાવી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના પો.કો. સરફરાઝને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે વોચમાં રહી મયુર મહેશભાઈ પટેલ. રહે; આર.કે એવેન્યુ, જુલેલાલ મંદિર પાછળ, ઝાડેશ્વર ચોકડી, ભરૂચ નાને એક એકટીવા સાથે રોકી તેની પાસે રહેલ એકટીવા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક હકીકત ન જણાવતા તેમજ તેની પાસેથી મળી આવેલ એકટીવા કબજે કરી અટકાયતમાં લઇ તપાસ કરતા તેણે એકટીવા ભરૂચ ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ બાદ પકડાયેલ ઇસમને યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતાં ભરૂચ શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ થી ચોરીમાં ગયેલ બીજા છ જેટલા એક્ટીવા સ્કુટર પણ કબજે કરવામાં આવેલ છે આ બાબતે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ આરોપીની મોરસઓપરેન્ડી જોતા તે જૂના મોડલના એક્ટીવા સ્કુટર કે જેના લોક ડુપ્લીકેટ ચાવીથી સરળતાથી ખોલી જતા હોય તેવા એકટીવાનો લોક ખોલી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં આ પકડાયેલા આરોપી સને 2017 સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલ છે.