પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના મુજબ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાંથી અન્ય રાજ્ય અને શહેરની જી.આઈ.ડી.સી.ઓમાં કેમીકલની હેરાફેરી કરતા ટેન્કર ચાલકો કે જે મોટા પ્રમાણમાં હાઇવે ઉપરથી પસાર થાય છે. જેઓ હોટલ-ધાબાઓ ઉપર ચોરીછુપીથી કેમીકલ ટેન્કરોમાંથી કેમીકલ ચોરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી રહેલ હોવાની કંપનીઓ મારફતે ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી આવા પ્રકારની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે સૂચના અને માર્ગદર્શનના આધારે આજરોજ વહેલી સવારે એ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી તથા પોલીસ ટીમના માણસો સાથે નેશનલ હાઇવે નં. 48 ઉપરથી પસાર થતા કેમીકલ ભરેલ ટેન્કરોની વોચમાં હતા તે દરમિયાન સાથે રહેલ પો.કો. શૈલેષ ઈશ્વરભાઈને મળેલ બાતમીના આધારે હોટલ આઇમાતાના કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટેન્કર નં. GJ 08 Z 6316ના ચાલક રામચંદ્ર ક્રિષ્નારામ બીશ્નોઈ. રહે; રાજસ્થાન પોતાનું ટેન્કર લાવી મુકેલ અને તેની બાજુમાં ટાટા ટેમ્પો નં. GJ 16 W 8717ના ચાલક રાજેન્દ્ર ઝાલારામ બીશ્નોઈ નાઓ ભેગા મળી ગણપતરામ ઉદારામ પવાર નાઓને કેમીકલ જથ્થો પહોંચાડવાની પ્રક્રિયા કરતા કેમીકલ ભરેલ ટેન્કરના વાલ્વ ખોલી તેની ઉપર ફ્લસ વાલ્વ ફીટ કરી પ્લાસ્ટિકની પાઇપ લગાડી ટેમ્પામાં મુકેલ પ્લાસ્ટિકના બેરલમાં 200 લીટર કેમીકલ કિંમત રૂપિયા 44,533/-ની ચોરી કરી ભરી આપતા પકડાયેલ ગયેલ. બન્ને ટેન્કર સહિત આરોપીઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા તથા મોબાઈલ તેમજ કેમીકલ ચોરી કરવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 62,95,727/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપરથી કેમીકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.
Advertisement