Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા LCB શાખાના બે કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરે છે તેવા આક્ષેપ સાથે મહિલાએ SPને લેખિત રજુઆત કરતા પોલીસબેડામાં ખળભળાટ.

Share

LCB શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જેવોની ભૂમિકા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ ધંધાઓ પર લગામ રાખવાની ફરજો આવે છે આ બે
કર્મચારીઓ બાઇક ઉપર સાથીદાર બનીને દારૂ જુગારના અડ્ડાવાળા તથા મેહફિંલ માણનારઓ ઉપર કાયદાના રૂબાબ બતાવી અધિકારીઓના નામે તોડપાણી કરતા હોવાનો આક્ષેપોની ચર્ચાઓ બુમરેંગ બનીને બહાર આવતી હતી પરંતુ ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ સિંધુરીમાતા પાસે એક સમયે પોતાના જીવન નિર્વાહ માટે અને પેટનો ખાડો પુરવા દેશી દારૂનો ધંધો કરવા મજબૂર બનેલ વિધવા તારાબેન પ્રભુદાસ ખ્રિસ્તી જે તારામાસીના નામે ઓળખાય છે જીવન સામે સંઘર્ષ કરીને પોતાના પરિવારના સભ્યો ને પગભર કર્યા બાદ આ તારામાસીએ પોતાનો દેશી દારૂના અડ્ડા ને બંધ કર્યાનું જણાવ્યું હતું આ ધંધો બંધ થતા ઉઘરાણીની આવક ગુમાવનાર LCB શાખાના આ બે પોલીસ કર્મચારીઓ વારંવાર તારામાસી નાં ઘરના દરવાજા ખખડાવીને ગેરકાયદેસર હપ્તાના નાણાં ઉઘરાણી માટે પહોંચી જતાં હતાં વારંવાર ઘરે આવતા આ બંને પોલીસ કર્મચારીઓ હપ્તાના ઉઘરાણા માટે ઘરે આવી ને અત્યંત શરમજનક અપશબ્દઓ ઉચ્ચારણ ઘરમાં હાજર મહિલાઓ અને બાળકો ની હાજરીમાં ઉચ્ચારી ને ધમકી આપતા હતા આ બંને પોલીસ કર્મચારીઓ બેફામ વાણી વર્તન અને હપ્તાના ઉઘરાણીથી ત્રાસી ગયેલ એક સમયની દેશી દારૂના ધંધામાં લિંકરકિંગ કહેવાતી તારામાસી ને પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ને LCB ના બન્ને પોલીસ કર્મચારીઓ વિરોધ રજૂઆત સ્વરૂપે ફરિયાદ ની અરજી આપતા પોલીસ તંત્રમાં અને અંધારિયા આલમ માં વ્યાપક ચર્ચાઓ ઉભી થવા પામી છે
તારામાસી એ SP સમક્ષ ફરિયાદ સ્વરૂપમાં કરવામાં આવેલ આ અરજી થી રાઘવાયા બનેલા LCB ના પોલીસ કર્મચારીઓ મારી વિરુધ અરજી કરનાર ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડા ચલાવે છે અને બસો ઉપરાંત ગુનાઓ શહેર પોલીસ ચોપડે નોંધયેલ હોવાનું ઉચ્ચારણ કરી ને ગોધરા શહેર પોલીસ તંત્ર ની હદમાં આ ધંધો ચાલતો હોવાનો જણાવીને પોલીસ તંત્ર ની કાર્યવાહી સામે પણ ગંભીર અંગુલિ નિર્દેશ કરે છે આ પોલીસ કર્મચારીઓને LCB શાખામાં ફરજ બજાવતા ચર્ચાસ્પદ બનેલા આ પોલીસ આ પોલીસ કર્મચારીઓ કાયદાની ખબર હોવી જઈએ કે જે બુટલેગરને સામે ૨૦૦ જેટલા ગુનાઓ દાખલ થતા હોય તો આવી વ્યક્તી સામે પાસાનુ શસ્ર ઉગમવા કાર્યવાહીઓ એલસીબી શાખા કરતી હોય છે.તો તારામાસીના કેસમાં એલસીબી શાખાએ અત્યાર સુધી આવી ફરજો કેમ બજાવી નથી. આ પણ એક ચર્ચાનો વિષય છે.તારા માસીએ પોલીસવડા પાસે અરજી આ બે પોલીસ કર્મીઓ હપ્તાના ઉઘરાણા માટે દલાલની ભુમિકા ભજવનાર સિંકદર બેલી નામના જે વ્યક્તિને ઊલ્લેખ કર્યો છે.
આ સિકંદર બેલીને જુગારના ધંધાનુ નેટવર્ક એકદમ મજબુત હોવાનુ કહેવાય છે.આ જુગારધામના અડ્ડાઓ ચલાવનાર અધાંરી આલમના નેટવર્કના ચહેરાઓ સહારો લઇને આ બંને પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર હપ્તાના ઉઘરાણા કરી રહ્યા હોવાનું જે પ્રમાણે ઉલ્લેખ કરવામા આવ્યો છે.આ એક ચોકાવનારો અને સ્ફોટક બની રહેવાની સંભાવનાઓ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનાં રોડનું નવીનીકરણ કરવા લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કોબલા ગામના યુવકનું બ્રેઈન ડેડ થતાં પરિવારે અંગદાન કર્યું.

ProudOfGujarat

માંગરોળ : આર્ટ ઓફ લિવિંગ દ્વારા અબ્રામા રોડ ગોપીની ગામ ખાતે સુદર્શન ક્રિયા, સત્સંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!