બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી વિસ્તાર ની જય હોટલ નજીક ગત રાત્રીના સમયે ટાયર પંચર ની દુકાન માં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ની જ્વાળાઓ ઉપજી આવતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…….
ટાયર પંચર ની દુકાન માં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ને કાબુલીધી હતી….જોકે સદનસીબે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…
