દહેજમાં આવેલી જી.એફ.એલ. કંપનીમાં બુધવારની રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાઇપ લાઇનમાંથી કેમિકલ લીકેજ થયુ હતું. જેના પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા 5 જેટલા કામદારોને તેની અસર પોહચતા દોડધામ મચી ગઇ હતી. કેમિકલ લીકેજથી અસર પામેલા પાંચેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. સમગ્ર ઘટના અંગે કંપનીના વી.પી. સુનિલ ભટ્ટે જણાવ્યું હતુ કે, લાઇનમાંથી લીકેજના પગલે કેમિકલ વછુંટતા 4થી વધુ કામદારોને અસર પોહચી હતી. જેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતાં હાલ તેમની હાલત સામાન્ય છે. કોઈ ગંભીર કે મોટી ઘટના બની નથી. જોકે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચી જવા સાથે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઇ હતી. ક્યાં કારણોસર પાઇપ લાઈનમાંથી કેમિકલ લીકેજ થયુ તે અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબીએ વધું તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા કેટલાંક સમયથી વધી રહેલા અકસ્માતોના બનાવો હાલ તો ચિંતાજનક સ્થિતિનું સર્જન કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
દહેજની જી.એફ.એલ. કંપનીમાં કેમિકલ લીકેજથી 5 જેટલા કામદારોને થઈ અસર.
Advertisement