ભરૂચ જિલ્લામાં સરકારી સહાયનો લાભ લેવા માટે દૂર દૂરથી આવતા દર્દીઓને સેવારૂપ એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે. ત્યારે આજરોજ સાંજના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે એક પરિવાર પોતાના એક દર્દીની સારવાર લેવા માટે આવ્યું હતું. ત્યારે દર્દીની સાથે આવેલ પરિવારજનની ઓટોરિક્ષા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડના પાર્કિંગમાં પાર્ક કરેલ હતી. જ્યાં અંધારાનો લાભ લઇ કેટલાક અજાણ્યા ચોર તસ્કરોએ રીક્ષાનું ફક્ત આગળનું ટાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ચોરી થવાની ઘટના વારંવાર બને છે.
આમ, જોવા જઈએ તો ભરૂચ સિવિલ હોસ્પિટલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વળી, હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૨૪ કલાકની ફરજ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહે છે. તો અવાર નવાર આ પ્રકારની ચોરીની ઘટના થવી હાલ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement