Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય વિદ્યાલયના વાર્ષિક ખેલકૂદ દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઓએનજીસીના એસેટ મેનેજર એસ.એસ.રવિ, અતિથિવિશેષ તરીકે ડી.જી.એમ ઉમેશ રાઉલ સહિત ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગાસન તેમજ વિવિધ વ્યાયામનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. વિદ્યાલયના રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓએ મશાલ પ્રજ્વલિત કરી પરેડ યોજી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માન કર્યું હતું.


Share

Related posts

નડિયાદ : કણજરીમા ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે ૪ લોકોએ વેપારીને માર મારતાં પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : દાંડીયા બજાર નર્મદા નદીના પટમાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ઠેર ઠેર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!