આજ રોજ સવાર થી ભરૂચ શહેર અને જીલ્લા માં કેટલાય સ્થાનો ઉપર વાદળો ની ફૉજ આવી પહોંચી હતી…એક સમયે જોરદાર વરસાદ પડશે તે પ્રકાર ની ચર્ચાઓ લોકો વચ્ચે જામી હતી…તો બીજી તરફ કેટલાય સ્થાનો ઉપર વરસાદી છતાં પડતા વાતાવરણ માં થોડા સમય માટે ઠંડક અનુભવાઈ હતી…….
થોડા સમય માટે કાળા ડીબાંગ વાદળોની ફૉજ આવી પહોચતા શહેર અને જીલ્લા નું વાતાવરણ ચોમાસાની શરૂઆતના દર્શન કરાવતું નજરે પડ્યું હતું….જોકે સૂર્ય દેવ અને વાદળો વચ્ચે શાન્તાકુકડી નો ખેલ બાદ માં જોવા મળ્યો હતો……….
