ભરૂચ જિલ્લામાં ભૂમાફિયા બન્યા માથાભારે
ભરૂચ તા ૨૮
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં ભૂમાફિયા માથાભારે બની ગયા છે ખાણ અને ખનીજ શાખાના અમલદાર અને સરકારી કર્મચારીઓ પર રેતીના અને ભૂ માફિયાઓએ હિચકારો હુમલો કર્યો હતો આ બનાવ અંગે વિગતે જોતા ગત રોજ મોદી રાત્રી ના સમયે ઝઘડિયાના રતનપોળ વિસ્તારમાં ખાણ અને ખનીજ શાખા ના કર્મચારીઓએ રેતી ભરેલ ટ્રક અટકાવી બિલ્ટી અને રોયલ્ટીના કાગળો માંગતા આશરે ૨૦ કરતા વધુ ના ટોળાએ સરકારી વાહન પર હુમલો કર્યો હતો અત્રે નોંધવું રહ્યું કે બે રોક ટોક ચાલતા ભૂમિ માફિયાઓના રેતી ખનન સામે ભાલોદ તરસાલી ટોથીદરા ના રહીશોએ કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી જેથી ખાણ અને ખનીજ શાખા દ્વારા તપાસ કરાઈ રહી હતી ત્યારે હુમલાનો બનાવ બન્યો હતો જેમાં ખાણ અને ખનીજ શાખાના કેયુર રાજપરા અને અન્ય કર્મચારીઓ જીપમાં હતા રેતી ની ટ્રક નો પીછો કરતા તેઓ કેસીએલ કમ્પની સુધી પહોંચી ગયા હતા ઝઘડિયા પોલીસ આવી જતા હુમલાખોરો નાસી ગયા હતા
ઝઘડિયા નજીક ભુમાફિયાઓએ ખાણ અને ખનીજ વિભાગની ટિમ પર કરેલ હુમલો
Advertisement