ખેડાના સાંસદ દેવુસીહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્રારા ખેડાના લવાલ ગામના વિકાસમાં અવરોધ બન્યા છે. વારંવાર હેરાનગતિ કરી સરપંચને માર પણ માર્યો છે. રાજકીય વગને કારણે કોઈ પોલીસ કે રાજ્ય સરકાર આ સરપંચની વાત સાંભળતી નથી કે FIR ફાડાતી નથી આવા અનેક આક્ષેપો ખેડા જિલ્લાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે આરોપ લગાવ્યા હતા અને કોઈ જગ્યાએ એમને ન્યાય ન મળતા તેઓ બાઈક પર દિલ્હી જઈ વડા પ્રધાન કચેરીમાં પણ રજૂઆત કરી છે. છતાં કશુ ના સાંભળતા એમણે મંદિરોમાં પણ અરજીઓ કરી અને હવે છેલ્લે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર સ્મારક પર આવેદન મૂકી ન્યાય માંગ્યો હતો. અને ભાજપની સરકારના સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરાયેલા અત્યાચારનો ભોગ બનેલા આ યુવા સરપંચે ખેડા સાંસદ અને માતરના ધારાસભ્યને સદબુદ્ધિ મળે એવી સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી.
ખેડાના લવાલ ગામનાં સરપંચ મહિપતસિંહ ચૌહાને જણાવ્યું હતું કે પોતાના વિસ્તારના ખેડાના સાંસદ દેવુસીહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્રારા મારી સાથે મારા-મારી કરી હતું.સારી કામગીરી જોઈ ભાજપમાં તેમનું પત્તુ કપાઈ જાય એવી કિન્નાખોરી રાખી મારી અત્યાચારનો કરતા આવ્યા,એક બે લાખના રોડ બાબતે વર્ક ઓર્ડર મળી હોવા છતાં અમે કામ કર્યું છતાં આ લોકોએ અમને રૂપિયા સરકાર માંથી ના આપ્યા.જેનો મેં વિરોધ કર્યો એટલે આ બંનેએ મને માર મરાવ્યો જેથી તેમની વિરુધ્ધ મેં આ લડત ઉપાડી છે.હવે બાઈક લઈને ફરી વિરોધ નોંધાવું છું, સાંસદ દેવુસિંહે ગામના રસ્તાની ગ્રાન્ટ દબાવી રાખી બાદમાં ધારાસભ્ય કેસરીસિંહ મારફતે હુમલો કરાવ્યો.ધારાસભ્ય અને સાંસદ સામે અગાઉ pmo માં રૂબરૂ આવેદનપત્ર આપ્યા છતાં કાર્યવાહી ન થઈ.એટલે હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ પર શ્રદ્ધા છે કે મને ન્યાય અપાવે હવે જ્યાં સુધી મને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશ.પણ મને ખેદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણું દેશ માટે કરવું છે પણ આવા નેતાઓ ભાજપની છબી ખરડે છે જે બાબતે પાર્ટીએ તેમના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ.