આંબોલી રોડ પર આવેલ અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત અને અંકલેશ્વર શહેર ના ઘન કચરા ને (કહેવાતા) વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે.અને તેમને સ્વચ્છતા અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ના એવોર્ડ પણ મળ્યા હતા.
હાલ ચાલતી આ ગેરકાયદેસર ની નિકાલ ની પ્રવૃત્તિ જોતા *તેમને મળેલ એવોર્ડ સામે પણ પ્રશ્નો ઉભા કરે છે.*
હાલ અહીંયા રોજ કચરો સળગાવી નિકાલ કરવામાં આવે છે જેમાંથી નીકળતા ધુંવા અને દુર્ગન્ધ થી આસપાસ ના રહેઠાણ ના વિસ્તાર ના લોકો ના સ્વાસ્થય માટે ઘણું જ નુકશાન કારક છે . અસ્થમા જેવી ગંભીર પ્રકાર ની બીમારીઓ થઈ રહી છે. ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે અનેક મુશકલીઓ નો સામનો કરવો પડે છે અકસ્માતો થવાની સંભવના રહે છે.અસહ્ય દુર્ગંધ ના લીધે નાક બન્ધ કરી પસાર થવું પડે છે.
એજન્સી ને કોન્ટ્રાક્ટ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી તેમાંથી ખેડૂતો માટે ખાતર બનાવવા આપવામાં માટે આપવામાં આવ્યું હતું. ખાતર ની ગુણવત્તા, વેચાણ ની શમશ્યાઓ તેમજ કોન્ટ્રાકટ ના નાણાં ચુકવણી ના વિવાદ કોન્ટ્રાક્ટર સાથે થતા આ કામગીરી બંધ થઈ હતી.
સ્થાનિક રહીશ અને પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્ય શ્રી ઝીક્યારભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીંયા આ સાઇટ સાથે રહેણાંક સોસાયટીઓ આવેલ છે.અમોએ વારંવાર ફરિયાદ કરવા છતાં પરિણામ મળતું નથી અમારા માટે આ વિસ્તાર રહેવા માટે મુશ્કેલ બન્યું છે. હવે અમોને કોઇ અન્ય રહેઠાણ ની જગ્યા આપવામાં આવે અથવા આ સાઇટ અહીંયા થિ અન્યત્ર રહેઠાણ વિસ્તાર થી દુર લઇ જવામાં આવે એવી અમારી માંગણી છે. અન્યથા અમારે છેવટ ના વિકલ્પ તરીકે કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે.
આ મળેલ ફરિયાદો ના અનુસંધાને સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળે નગર સેવા સદન માં ફરિયાદ કરતા તેમને સેવા સદન તરફથી જવાબ મળ્યો હતો કે અમો તો હવે આધુનિક પદ્ધતિ થી નિકાલ કરીએ છીએ અને આગ કે ધુવા નો કોઇ પ્રશ્ન જ નથી. કોઇ નાની મોટી ફરિયાદ હશે તો નિકાલ કરીશું.
જો કે મોડે થી ફાયર બ્રિગેડ ની ગાડી મોકલી લગાડેલ આગ ને કન્ટ્રોલ કરવાના પ્રયત્નો ચાલુ હતા.