ઝીમ્બાબ્વેની ધરતી પર નર્મદાનું ગૌરવ વધારતા રાજપીપળાના પનોતાપુત્ર રાજ મોદીનું રાજપીપળા વણિક સમાજ સન્માન કરાશે.
ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતું મેળવનાર રાજપીપળાના રાજ મોદી
રાજપીપળા:રાજપીપળાના રાજ મોદી આજથી 30-35 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધા અર્થે પહોંચ્યો.વર્ષ 2018માં ઝિમ્બાબ્વેમાં યોજાયેલ ચૂંટણીમાં તેઓએ ભારે બહુમતીથી જીત હાંસિલ કરી અને ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન બનાવતા રાજપીપળાનું નામ રોશન થયું છે.
રાજપીપળાના સામાન્ય કુટુમ્બમાં જન્મેલા રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી (રાજમોદી) રાજપીપલાની ધરતી છોડીને આફ્રિકાના ઝીમ્બાબ્વે દેશમાં વસ્યા હતા.બાદ શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો પોતાની આગવી સુઝબુઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝીમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા.ગત ર૦૧૮ના ઝિમ્બાબવે દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે)આમ જનતાની ઇચ્છાથી કદમ મૂકયા અને વિશાળ બહુમતી એ ચૂંટાઇ આવ્યા.એ બાદ ઝીમ્બાબ્વેની સરકારમાં ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતુ સોપવામાં આવ્યું.રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય જેથી રાજપીપળા વણિક સમાજ દ્વારા એમનું આગામી 28મી નવેમ્બરે જાહેર સન્માન પણ કરાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાની ગલીઓમાં ઉછરી ધંધા અર્થે ઝિમ્બાબવે ગયેલા એક વણિક યુવાને એવું તો નહિ જ વિચાર્યું હોય એક એક દિવસ તેઓ એ જ દેશના ઉચ્ચ હોદ્દા પર બેસશે,પણ હાલ તો નર્મદા જિલ્લા માટે અને ખાસ કરીને રાજપીપળા માટે તો આ ગૌરવ લેવા જેવી વાત તો ખરી જ.