Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા ડેમના ઉપરવાસમાં શરૂ કરાયેલ બોટિંગ પ્રવાસીઓ માટે જોખમી!!..જાણો કેમ

Share

રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે.ત્યારે આ વિસ્તારમાં પ્રવાસનને વધુ વેગ મળે તે માટે બોટિંગ પણ શરૂ કરવા માટે પ્રયાસો થઈ રહયા છે પરંતુ નર્મદા નદી તેમજ તળાવોમાં મગરોની સંખ્યા વધુ છે.તેમજ હજુ પણ ગરૂડેશ્વર વિયર ડેમનું કામ બાકી છે.જેના કારણે નર્મદા ડેમ અને ગરૂડેશ્વર વિયર ડેમ વચ્ચે હજુ પુરતા પ્રમાણમાં પાણી ભરાયું નથી. ત્યારે પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા માટે નર્મદા ડેમના ઉપરવાસમાં પરમિશન આપવામાં આવતા નર્મદા ડેમની ઉપરવાસમાં બોટિંગ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.અહીંયા હાલમાં બે બોટ મુકવામાં આવી છે.ત્યારે આખરે નર્મદા ડેમના ઉપરવાસમાં બોટિંગ સુવિધાઓ શરૂ કરી દેવામા આવતા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.

——————————————————————————————–
■બોટિંગ શરૂ પણ ડેમની સુરક્ષાનું શુ ?
◆સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાત રાજ્યની જીવાદોરી છે.જેના કારણે તેની સુરક્ષા ખૂબ મહત્વની છે.હાલમાં નર્મદા ડેમની સુરક્ષા પોલીસ અને નર્મદા બટાલિયનના જવાનો કરી રહ્યા છે.હવે અહિયાં બોટોમગ શરૂ થતાં અનેક લોકો આવશે અને ભીડ જામશે જેના લીધે ડેમની સુરક્ષા વધુ કડક કરવી જરૂરી છે.આ અંગે નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ ડીએસપી અચલ કુમાર ત્યાગીએ જણાવ્યું હતું કે નર્મદા ડેમની સુરક્ષા મહત્વની છે.ત્યાં બોટિંગ શરૂ થવાની છે ત્યારે ખાસ જણાવાયું છે કે અહીંયા સીસીટીવી લગાવવા આવશ્યક છે.તેમજ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં કોઈ ને લઈ ના જાય તેવી કડક સૂચના આપવામાં આવી છે.
બોકસ
——————————————————————————————–
■બોટિંગ શરૂ પણ જેટી ક્યારે
◆બોટિંગ સુવિધાઓ શરૂ કરવામાં આવી પણ નર્મદા ડેમના ઉપરવાસમાં મગરો ખૂબ છે કારણ કે અનેક મગરો અહીંયા છોડવામાં આવેલા પણ છે. ત્યારે હાલમાં બોટિંગ તો શરૂ થયું પણ હજુ જેટી નથી બનાવવામાં આવી.જેના કારણે હાલમાં પ્રવાસીઓ ડેમ ઉપરવાસમાં નીચે ઉતરે છે અને સીધા બોટમાં જાય છે જે ભીડ જોઈ અત્યારે બોટિંગ જોખમી બની શકે તેમ છે.ત્યારે બોટિંગની સાથે વહેલી તકે જેટી બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.કારણ કે માટીનો ભાગ લોકોની ભીડ જામેં ત્યારે ગમે ત્યારે ઢસડી પણ જાય તો અઘટિત ઘટનાં બની શકે તેવી શક્યતાઓ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના રૂંઢ ચોકડીથી નરખડી ચોકડીની વચ્ચે આવેલ જન મહારાજના મંદિરના મૂર્તિની તોડફોડથી ચકચાર.

ProudOfGujarat

રાજય સરકારના શિક્ષણ વિભાગે વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી તૈયારી કરી વડાપ્રધાનએ લખેલા પુસ્તક પર ચર્ચાની

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદથી થયેલ નુકશાનના વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!