Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળાના એક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીનો લગ્નની લાલચે બળાત્કાર.

Share

રાજપીપળાના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે જતી યુવતીને લગ્નની લાલચે અલગ અલગ જગ્યાએ લઈ જઈ ચાર વર્ષ સુધી બળાત્કાર કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ થતા બળાત્કારનો ગુનો દાખલ.

રાજપીપળામાં ટ્યુશન કલાસ પર જતી એક યુવતીને રાજપીપળાના જ એક યુવાને લગ્નની લાલચે પટાવી એક ખેતરમાં લઈ ગયો હતો. બાદ એની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.એ બાદ અવારનવાર એ યુવતી સાથે યુવાને બળાત્કાર ગુજાર્યો હતો.અંતે એ યુવાને એ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

બનાવની વિગત મુજબ રાજપીપળા હાઉસિંગ બોર્ડ નજીકમાં રહેતી એક 19 વર્ષીય યુવતી ચાર વર્ષ પેહલા દરબાર રોડ નજીક આવેલા એક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે જતી હતી.દરમિયાન 28-8-14 ની સવારે લઘભગ છ વાગે એ ટ્યુશને જતા યુવતીના ઘર નજીકના જીન કમ્પાઉન્ડમાં રહેતો પ્રકાશ નગીનભાઈ રાણા નામનો યુવક રાહ જોઈ ટ્યુશન નજીક ઉભો હતો.યુવતીને ત્યાં આવતાજ એ યુવતીને લઈ ટ્યુશન ક્લાસમાં મુકવા ગયો હતો.પરંતુ એ દિવસે ટ્યુશન ક્લાસ બંધ હોવાથી યુવક એ યુવતીને લઈ સરકારી ઓવરા તરફ બાઈક પર આંટો મારવા લઈ ગયો હતો જેથી યુવતીએ ઘરે જવાનુ કહ્યું છતાં યુવક તેને ઓવરા નજીકના એક ખેતરમાં લઈ જઈ બળજબરી કરતા યુવતીએ ના પાડી હતી.બાદ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પટાવી ત્યાંજ બળાત્કાર કર્યો હતો.ત્યારબાદ લગ્નની લાલચે વારંવાર અલગ અલગ જગ્યા પર બળાત્કાર ગુજાર્યો હતો,એક દિવસ સમારીયા ગામે રહેતા યુવકના ભાઈને ત્યાં લઈ જઈ ત્યાં પણ બળાત્કાર કર્યો હતો.આમ અત્યાર સુધી વારંવાર બળાત્કાર કર્યા બાદ હવે લગ્ન કરવાની ના પાડી યુવાને યુવતીને આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.
અંતે યુવતીએ આ મામલે રાજપીપળા પોલીસને પોતાની આપવીતી જણાવતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે પ્રકાશ રાણા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવકે લગ્નની ના પાડી દગો કરતા ચાર વર્ષ બાદ પોલીસમાં ફરિયાદ આપી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.


Share

Related posts

માંગરોળ : મોસાલી નવી નગરી ખાતે ટીબી નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અપાઈ સમજૂતી.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના મૌઝા ગામના હાથકુંડીમાં આડા સંબંધની શંકાએ પતિએ કરી પત્ની હત્યા.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા 2.50 લાખની કિંમતનો ૭૪૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!