Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં નબીપુર તાલુકાના કરગટ ગામમાં થયેલ 4 લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે માર્ગદર્શન તથા સૂચના કરેલ. જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તેમજ ભરૂચ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ભરૂચ નેશનલ હાઇવે નં. 48 નબીપુર રોડ ઉપર મિલકત સંબંધિત ગુન્હાઓ શોધી કાઢવા હેતુસર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નબીપુરથી આગળ કરગટ ગામના પાટિયા પાસે ત્રણ ઈસમો રીક્ષા નં. GJ 16 Z 7782માં શંકાસ્પદ લોખંડના ડ્રિલ બીટ ભરી રહેલ છે. જે બાતમીના આધારે કરગટ ગામના પાટિયા પાસે ત્રણેય ઈસમો નં. (૧) મીનહાજ મકબુલ ઉઘરાદાર. રહે; મસ્જિદ ફળિયું, કરગટ. (૨) કનું વિઠ્ઠલ પાવા. રહે; નવી નગરી, કરગટ. (૩) મોઇન ઐયુબ વ્હોરા પટેલ. રહે; એસ.કે.નગર, પાલેજ. નાઓને રિક્ષામાં ભરેલ લોખંડના ડ્રિલ બીટ સાથે ઝડપી પાડેલ. જ્યાં તેઓએ પોલીસને ગલ્લાતલા કરી ઉડાવ જવાબ આપતા તેઓની પાસે રહેલ લોખંડના ડ્રિલ બીટ અંગેના કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન મળી આવ્યા હતા. આ ત્રણેય ઇસમોની સધન અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા મર્કેટર પેટ્રોલિયમ લિમિટેડ કંપનીમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનામાં કનુ વિઠ્ઠલ પાવા મર્કેટર પેટ્રોલિયમ કંપનીમાં નાઈટ વોચમેન તરીકે નોકરી કરતો હોય જેને અવારનવાર આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો હતો. જેથી તેણે મીનહાજ સાથે મળી તેની નોકરી દરમિયાન ડ્રિલ બીટ ચોરી કરાવી જે ચોરીની જાણ સાથેના વોચમેન પ્રદીપસિંહ તથા રણજીતસિંહને કનું વિઠ્ઠલ પાવાએ કંપનીમાં રાત્રે ચોર આવ્યા હતા અને અંધારાનો લાભ લઇ ડ્રિલ બીટ નંગ 8 ચોરી કરી નાસી ગયા હોવાની ખોટી હકીકત જણાવી હતી.

Advertisement

આ બાબતે પોલીસ દ્વારા ત્રણેય આરોપી સહિત ડ્રિલ બીટ નંગ 8 જેની કિંમત રૂપિયા 4 લાખ, મોબાઈલ કિંમત રૂપિયા 2 હજાર, અંગ ઝડતીના કિંમત રૂપિયા 6,330/- તથા રીક્ષા નં. GJ 16 Z 7782 મળી કુલ કિંમત રૂપિયા 4,58,330/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

સુરત: વર્તમાન સમયમાં પ્રદૂષણ અને રોડ સેફ્ટી ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ઓરિસ્સાનાં એક વયોવૃધ્ધ આ બંને વિષયો અંગે યુવાનોમાં જાગૃતિ આવે તેવા આશયથી સાયકલ યાત્રા યોજી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!