Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ઃ

Share

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન નવી દિલ્અહી ઘ્વારા ગુજરાતના યુવા નેતા શ્રી પ્રદિપસિંહ વાધેલાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ તથા એકાઉન્ટન્ટશ્રીઓની સમીક્ષા બેઠક અતિથિગૃહ ગાંધીનગર ખાતે યોજાઇ હતી. સમીક્ષા બેઠકની શરૂઆતમાં શ્રી પ્રદિપસિંહ વાધેલાનું શાલ અને પુષ્પગુચ્છ ઘ્વારા ઉમળકાભેર સ્વાગત ગુજરાત રાજયના નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ડાયરેકટર શ્રી અનિલકુમાર કૌશિક ઘ્વારા કરવામાં આવ્યું હતું. જીલ્લા યુવા સંયોજકશ્રીઓ રજનીકાંત સુથાર, શિવદયાળ શર્મા, મનીષાબેન શાહ, ગુજરાત રાજયના એકાઉન્ટન્ટ શ્રી કમલેશભાઇ તથા ભાનુભાઇ શાહ ઘ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી પ્રદિપસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના દરેક ગામમાં યુવા મંડળોની રચના કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથધરી ૩૦૦૦૦ જેટલા યુવક મંડળોની રચના કરી તેઓને યુવા પ્રવૃત્ત્િામાં જોડવા માટે સૂચન કર્યુ હતું તથા ૧૨ જાન્યુઆરી-૨૦૧૮ ના રોજ યુવા દિન નિમિત્તે સમગ્ર રાજયમાં એક સાથે એક સમયે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવવામાં આવે તેઓ આગ્રહ કર્યો હતો. ૨૩ માર્ચના રોજ શહીદ દિવસ નિમિત્તે પણ રાજય લેવલે મોટા કાર્યક્રમો યોજવા અનુરોધ કર્યો હતો. સમીક્ષા બેઠકની શરૂઆતમાં ગુજરાત રાજયમાં નહેરુ યુવા કેન્દ્ર થઇ રહેલા કાર્યક્રમોની જિલ્લાવાર જાણકારી શ્રી અનિલકુમાર કૌશિક ઘ્વારા આપવામાં આવી હતી.
ગુજરાત રાજયના કચ્છ વિસ્તારના સંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, યુવા નેતા ડૉ.ઋત્વીજ પટેલ શ્રી પંકજભાઇ શુકલ તથા ધવલભાઇ દવે પણ ઉપસ્થિત રહયાં હતાં અને યુવા પ્રવૃત્ત્િાઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. બેઠકના અંતમાં શ્રી રજનીકાંત સુથાર યુવા સંયોજનકશ્રી ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર પ્રગટ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવે પરની લૂંટ અને ધાડના ગુનાનાં બે આરોપીઓને ઝડપી પાડયાં.

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!