Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના અગ્રવાલ સમાજના સભ્યોની આસ્થાના કેન્દ્ર સમા અગ્રસેન ભગવાન સદભાવના અને અગ્ર ચેતનાના સંદેશ સાથે નીકળેલ રથયાત્રાનું અંકલેશ્વર ખાતે સ્થાનિક અગ્રવાલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર ખાતે 50 જેટલી કાર સાથે પુણે થી નીકળીને આગરા જઈ રહેલા સદભાવના રથનું સ્થાનિક અગ્રણીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપ-પ્રમુખ ગણેશ અગ્રવાલ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. સદભાવનાના સંદેશને પ્રસરાવવા માટે શુભેચ્છાઓ પાઠવી મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પૂણેથી નિકળેલ આ રથયાત્રા અગ્રવાલ સમાજના મંદિરે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

ProudOfGujarat

ગોધરા નહેરુબાગ પાસે આવેલા કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર- ચોરીના કેસમાં સંકળાયેલા વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!