ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના ઉપક્રમે ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં માટી ખોદકામના પગલે થતાં ખેડૂતોના નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કેલોદના ખેડૂતો દ્વારા ૭૨૪ સર્વે નંબરની જમીનનો ખેડૂતો ખેતી તરીકે વર્ષોથી ઉપયોગ કરતા હોય તેમજ એક્સપ્રેસ હાઈવેના બાંધકામ અંગે સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માટી ખોદી લઈ જવાની પરવાનગી આપેલ છે. આ સમગ્ર બાબત ખોટી હોવાનું તેમજ ખેડૂતોને મોટા પાયે નુકશાન થતું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.
Advertisement