Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસના ખોળામાં રમે છે.સ્વતંત્ર કામ કરતી નથી તે અંગે લોકોમાં આક્રોશ!.સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ખોળામાં બેસી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ ભરૂચ નગરની સમસ્યાને વાચા આપી હોવાનો દેખાવો કર્યો.ભરૂચ નગરની સમસ્યાને પોતાની રીતે રજુઆત કરવામાં પાંગળી થયેલ અને લોકો વચ્ચે જવા માં નિષ્ફળ નીવડેલ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું કામ લોકોએ જાતે કર્યું હોય તેમ ભરૂચ નગરના ગાંધી બજાર ,કબૂતરખાના,ચાર રસ્તા વગેરે વિસ્તારના લોકોએ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સડક પરના ખાડા તાકીદે પુરવા માંગ કરી એટલુંજ નહિ તે સાથે સડકની બંને બાજુ આવેલ ગટરો ને સાફ કરાવવાની પણ માંગણી કરી છે.આવેદન પત્રમાં ગાંધી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિકાલ અંગે માંગણી કરવામાં આવી છે સાથે સડકની વચ્ચોવચ ભૂગર્ભ ગટર યોજના માટે કરેલ ખોદકામ બાદ માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું છે જે ભારે વરસાદ ના કારણે ધોવાય જતા ખાડાઓમાં પાણી ભરાય ગયું છે જેના પગલે પારાવાર ગંદકી ઉદ્ભવી છે.જે અંગે તા.૧૦/૦૭/૧૯ ના રોજ પણ રજુઆત કરતા કોઈ નિરાકરણ આવેલ નથી તેથી આ અંગે તાકીદે પગલાં ભરવા માંગ કરેલ છે.

Advertisement


Share

Related posts

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

ProudOfGujarat

ખેડા જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!