-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતેના બસ સ્ટેન્ડ માં ગત રાત્રીના સમયે અદનાન શેખ રહે નાસીરવાડા હાંસોટ નાઓનો પેશાબ કરવા માટે ગયો હતો દરમિયાન રવિ મિસ્ત્રી.દીપેશ મિસ્ત્રી.વૈભવી મિસ્ત્રી.તેમજ અન્ય છ જેટલા ઇશ્મો એ કોઈ કારણોસર અદનાન શેખ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા થયેલ મારામારી માં અદનાનને ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ..જ્યાં અદનાન નું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું………
બસ સ્ટેન્ડ પાસે થયેલ મારામારી ની ઘટના માં મુસ્લિમ યુવાન નું મોત થયા અંગે ના સમાચાર વાયુર્વેર્ગે પ્રસરતા એક સમયે હાંસોટ ગામ નું વાતાવરણ ગરમાયુ હતું..તેમજ બનાવ ની ગંભીરતા અંગેની પોલીસ વિભાગ ને જાણ થતા પોલીસ ના કાફલા હાંસોટ ખાતે દોડી ગયા હતા ..અને સંવેદનસીલ ગણાતા હાંસોટ જોત જોતા માં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું………
જયારે સમગ્ર મામલા અંગે હાંસોટ પોલીસે મૃતક ના સબંધી અબ્દુલ કાદિર ની ફરિયાદ લઇ ૯ જેટલા હુમલાખોરો સામે હત્યા નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…………

