ભારત દેશનું દિલ કહેવાતી આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બરે 2008ને થયા આતંકી હુમલાની યાદો આજે પણ તાજા છે. આ આતંકી હુમલામાં મુંબઈ સાથે આખો દેશ દહલી ગયો હતો. હુમલામાં 166 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં 144 જેટલા પોલીસ અધિકારીનો મૃત્યુઆંક છે. આ પ્રી-પ્લાંડ હુમલા મુંબઈના મુખ્ય સ્થાનોમાં નજરે પડ્યા હતા. મુંબઈના રોડ , તાજ હોટલ, સીએસટી રેલ્વે સ્ટેશન, નરીમન હાઉસ, કામા હોસ્પિટલ જેવા સ્થાનો પર હુમલા થયા હતા.
મુંબઈના આ હુમલામાં 60 કલાકો સુધી સંઘર્ષ આખી દુનિયાને હલાવીને રાખી દીધા હતા. વર્ષ 2008ના આ હુમલામાં અજમલ કસાબ નામનો એક આતંકી એમના 9 બીજા સહયોગિઓ સાથે સમુદ્ર માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. આતંકીઓએ મુંબઈના મુખ્ય સ્થાનો પર હુમલા કરતા હોટલ તાજને એમના કબ્જામાં કરી હતી. કલાકો સુધી ચાલતા આ સંઘર્ષમાં આતંકીઓને પાકિસ્તાનથી દિશા-નિર્દેષ મળી રહ્યા હતા તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું.
દેશનો સૌથી વધારે મુસાફરોથી ભરેલો રેલ્વે સ્ટેશનમાંથી એક શિવાજી ટર્મિનલ પર આતંકના આ ખૂની રમતમાં સૌથી ખતરનાક દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં મોટી સંખ્યામાં રેલ યાત્રી હતા. તપાસ અધિકારીઓ મુજબ અહીં ગોળીબારીમાં આતંકવાદ અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન શામેલ હતા. બન્ને આતંકિઓએ અહીં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. સીએસટી સ્ટેશનમાં 58 લોકોના મૃત્યુ થયા હતા.
આ એક મુશ્કેલ ઓપરેશનમાં સિપાહીઓએ ઘણા આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ સીએસટી સ્ટેશન પર ગોળીઓ ચલાવતા કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. મુંબઈ હુમલાના બાબતે સુનવણી પછી કસાબને 21 નવંબરે 2012ની સવારે પૂણેની યરવડા જેલમાં ફાંસી ઉપર લટકાવી દીધો હતો.
આજે પણ ૨૬/૧૧ જ છે. પરંતુ આતંકની નહીં, શહીદો માટે સાચી શ્રદ્ધાંજલિની. મુંબઈમાં થયેલ આતંકી હુમલાને આજે ૧૧ વર્ષ થયાં છે ત્યારે ૧૧મી વરસીએ તમામ શહીદો અને મૃતકોને હાર્દિક શ્રદ્ધાંજલિ.