ભરૂચ જિલ્લાના નબીપુર તાલુકાના કરગટ ગામની સીમમાં મર્કેટર પેટ્રોલિયમ કંપની દ્વારા પોતાનો સામાન સાચવવા માટે સિતપોણ ગામના રહેવાસી લક્ષ્મણ પ્રભુને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખેલ. જ્યાં સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતો તે દરમિયાન ગતરાત્રીએ અજાણ્યા લૂંટારુઓએ તેના ઉપર પથ્થરમારો કરી લાખો રૂપિયાના સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ નબીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ દરમિયાન સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા અનુસાર અચાનક બે જેટલા અજાણ્યા લૂંટારુઓ આવી પહોંચ્યા હતા અને એકાએક પથ્થરમારો કરી ડ્રિલ બીટ નંગ 8 જેની કુલ કિંમત રૂપિયા 4,00,000/- જેટલાના માલ મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે નબીપુર પોલીસ દ્વારા લૂંટનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement