અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચંદ્રબાલા મોદી એકેડમી એક અત્યંત પ્રતિષ્ઠિત સી.બી.એસ.સી. શિક્ષણ સંસ્થા છે. જેને શ્રેષ્ઠ ગુણવત્તાના શિક્ષણ બદલ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. આ સંસ્થાના અનેક વિધાર્થીઓ હાલ દેશ વિદેશમાં ઉચ્ચસ્તરે નિમાયા છે. આ સંસ્થાની રજતજયંતિ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચંદ્રબાલા મોદી એકેડમીના આચાર્ય અમર ઉપાધ્યાય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement