પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસ ટીમને સૂચના આપેલ જે અન્વયે ભરૂચ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના વહાલું ગામની નવી નગરી ખાતે રહેતા રફીક ઉમરજી પટેલ પાસે રોકડ કિંમત રૂપિયા 7500/-, મોબાઈલ તેમજ વરલી મટકાનો જુગાર રમવાના સાધનો મળીકુલ કિંમત રૂપિયા 8000/-ના મુદ્દામાલ સહિત આરોપીની અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે ભરૂચ ગ્રામ્ય પોલીસને સોંપેલ છે.
Advertisement