પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓએ આ પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા માટે ટીમની રચના કરેલ. જે ટીમ દ્વારા આ પ્રકારના ગુન્હા બાબતે જરૂરી માહિતી મેળવી પ્રયત્નો કરતા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વાપી અને સુરત ખાતે તપાસમાં હતા તે દરમિયાન આરોપી નં. (૧) પ્રકાશસિંગ છગનસિંગ રાજપુરોહિત. રહે; સાઈ શાંતિધામ સોસાયટી, કોલોની નાકા, સેલવાસા, દાદરાનગર હવેલી. (૨) શૈલેષ શંકરલાલ પરમાર. રહે; મહાલષ્મી એપાર્ટમેન્ટ, એલ.એચ. રોડ, વરાછા, સુરત. નાઓ પાસેથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુ.ર. નં. I 255/18 ઈ.પી.કો. કલમ 392, 342, 365, 120 (બી) નોંધાયેલ ગુન્હા મુજબનો 125 કોટન કપાસની ગાસડીઓ જેનું વજન 20,503 ટન તેમજ તેની કિંમત રૂપિયા 28,75,515/- તથા એક ટ્રક TN-34-U-9927 જેની કિંમત રૂપિયા 10,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 38,75,515/-ના મુદ્દામાલ સહિત બન્ને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બન્ને આરોપીઓ પૈકી શૈલેષ શંકરલાલ પરમાર નાઓ અગાઉ મોબાઈલ ચોરીના ગુન્હામાં સુરત અઠવા લાઈન પોલીસ સ્ટેશન ખાતે માહે 01/2018માં પણ ઝડપાયેલ હતો.