પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના હેઠળ ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.સી.તરડે તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલ. જે અનુસંધાનમાં પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી. નાઓ ખાનગી વાહનમાં તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમીના આધારે સીંધોતથી કરમાલી જવાના માર્ગ વચ્ચે રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાલિદાસ નાગજી વસાવા રહે; નિકોરા ગામ, જી.ભરૂચ નાઓએ મુકેલ છે. જે બાતમીવાળી જગ્યા જઈ તપાસ કરતા ત્યાં તાડપતડી ઓઢાડેલ જેવું જણાઈ આવ્યું. તાડપતડી હટાવી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ તથા ક્વાટરની પેટી નંગ 7 (એક પેટીમાં ક્વાટર નંગ 20 જે 180 મી.લી.ના ક્વાટર તથા પાઉચ કુલ નંગ 356ની કુલ કિંમત રૂપિયા 17,800/-નો મુદ્દામાલ ઝડપી નબીપુર પોલોસ સ્ટેશનને કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે સોંપેલ છે.
સીંધોત ગામથી કરમાલી ગામ વચ્ચે રોડની સાઈડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.
Advertisement