દિનેશભાઇ અડવાણી
સમગ્ર ભારત દેશને હચમચાવી મૂકે એવો અને આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ હિંસક અથડામણના પગલે ઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી કથળી ગઈ છે તે બાબત સાબિત કરે છે ત્યારે આટલા નરસંહાર બાદ પણ લોકશાહીના સિદ્ધાંતો અને કાયદાઓને નેવે રાખી પ્રસાસન દ્વારા જાત માહિતી લેવા માટે જતા રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહામંત્રી અને રાષ્ટ્રીય સ્તરના નેતા પ્રિયંકા ગાંધી ને રોકવામાં આવ્યા જે લોકશાહી માટે એક પુરાઘાત સમાન ઘટના કહી શકાય.પ્રસાસન દ્વારા કરાયેલ શ્રીમતી ગાંધીની ઘટના સ્થળ ખાતે જતા અટકાવાની બાબત ઘણું બધું સૂચવે છે.લોકશાહીના સિદ્ધાંતો નેવે ચડાવી ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશની સરકારની રીતિ-નીતિ સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપખુદશાહી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે અને દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે ત્યારે અને જયારે કોંગ્રેસ ના નેતા અને તે પણ રાષ્ટ્રીય સ્તરના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી ને ઘટના સ્થળે જતા અટકાવવામાં આવે તે દુઃખદ ઘટના કહી શકાય જેને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી નાખવામાં આવે છે.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રવક્તા નાઝુ ફળવાલા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.