દિનેશભાઇ અડવાણી
સમગ્ર ભરૂચ જિલ્લામાં બેફામ હંકારાતા વાહનો પર લગામ કસવા અને અકસ્માતો અટકાવવા અંગે ભરૂચ પોલીસ તંત્રએ સ્પીડ ગનના ઉપયોગની શરૂઆત કરી છે.આ સ્પીડ ગનથી વાહનની ગતિ માપી શકાશે.અલબત્ત હાલ ટ્રાયલ લેવામાં આવી હતી.આ સ્પીડ ગનના પ્રયોગથી ભરૂચ પોલીસ તંત્ર બેફામ રીતે ગાડીઓ ચાલવતા અને અવાર-નવાર ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં મદદરૂપ થશે તેમજ હાઇવે સહીતના વિસ્તારોની અંદર બેફર અને ગફલત ભરી રીતે હંકારતા વાહન ચાલકો સામે હવે પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેની અસર આગામી સમયમાં શેહરોના માર્ગો ઉપર જોવા મળશે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં જે પ્રકારે એક બાદ એક અકસ્માત સહિતની માર્ગલક્ષી ઘટનાઓમાં જે પ્રકારે વધારો જોવા મળ્યો હતો જે પોલીસના આ પ્રકારના પ્રયાસોથી કંઈક અંશે અંકુશ માં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.તો બીજી તરફ પોલીસ વિભાગના આ નવતર પ્રયોગને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો બીજી તરફ લોકચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ નવતર પ્રયોગ “ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત ” જેવો છે.