દિનેશભાઇ અડવાણી
સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાના વાહન ચાલકો માટે ખુશખબર એવી છે કે શ્રવણ ચોકડી પર રૂપિયા ૮૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે.જેની દરખાસ્ત ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે મૂકી હતી.જેને નાયબ મુખ્યમંત્રી અને માર્ગ વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલે મંજૂરીની મોહર મારી હતી.જેના પગલે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.અત્રે એ પણ નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની હેઠળ શ્રવણ ચોકડી વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજની માંગણી અર્થે ધરણા કાર્યક્રમ શ્રવણ ચોકડી ખાતેજ કેટલાક મહિનાઓ અગાવ યોજાયો હતો.આ ફ્લાય ઓવર બ્રિજ બનતા દેશના વાહન ચાલકોને કેવી રીતે ફાયદો થશે તેની વિગત જોતા સમગ્ર દેશના વાહન ચાલકો કોઈ ને કોઈ રીતે દહેજ ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા છે. તે સાથે-સાથે રાજ્યના અને દેશના ઉદ્યોગપતિઓની અવર-જવર દહેજ ખાતે થતી રહે છે. ત્યારે હાલ ટ્રાફિકની સમસ્યાના કારણે મુશ્કેલીઓ ઉભી થાય છે.જે ફ્લાય ઓવર બ્રિજ બનતા દૂર થશે.જયારે ભરૂચના સ્થાનિક યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ શ્રવણ ચોકડી થઇ અવર-જવર કરતા હોય છે ત્યારે કેટલાક જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે. આ ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થતા શ્રવણ ચોકડી પરના ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને અકસ્માતોની સંખ્યા ખુબ ઘટી જશે જેથી આ સૌથી મોટી ખુશખબર કહી શકાય.