દિનેશભાઇ અડવાણી
ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અવાર-નવાર નશો કરેલ હાલતમાં ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરોના કિસ્સા જાણવા મળે છે. તેવો જ કિસ્સો આજે પણ સર્જાયો હતો.આ બનાવમાં કેમિકલ ભરેલ ટેન્કર નંબર:GJ ૧૬ W ૮૭૦૨ નો ડ્રાઈવર શક્તિભાઈ જગદીશભાઈ રાજપૂત નશો કરેલ હાલતમાં ટેન્કર ચલાવી રહ્યો હતો જેનો સ્ટેરીંગ પર કાબુ ન રહેતા પેટ્રોલપંપમાં ટેન્કર ઘુસી ગયું હતું.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ મોટી હોનારત સર્જાય ન હતી.જો કેમિકલ ભરેલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી હોનારત સર્જાય હોત.નવાય ની બાબત એ છે કે નશાયુક્ત ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હોવા છતાં આ બનાવ અંગે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.
Advertisement