દિનેશભાઇ અડવાણી
આજે ગુરુપૂર્ણિમા નિમિતે ભરૂચના ખ્યાતિપ્રાપ્ત આશ્રમો તેમજ મંદિરો ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં શિષ્યો અને ભક્તજનો ઉમટી પડ્યા હતા.સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી સોમદાસ બાપુના સાનિધ્યમાં રજનીગંધા સોસાયટી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મહાઆરતી, પરમ પૂજ્ય બાપુશ્રી ની અમૃતવાણી, ભજન, સત્સંગ કાર્યક્રમ, મહાપ્રસાદી વગેરે કાર્યક્રમો યોજાયા હતા.જયારે પૂજ્ય લોકેશાનંદજી મહારાજના સાનિધ્યમાં ત્રિગુણાતીત ધ્યાન આશ્રમ કુકરવાડા રોડ ખાતે ગુરુપૂર્ણિમા મોહત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના વિવિધ કાર્યક્રમોમાં ગુરુવંદના, ગુરુના આશીર્વચન, ગુરુ પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા.જયારે ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યની પાદુકા પૂજન,મંત્રજાપ, ગાયત્રી મહાયજ્ઞ, આરતી વગેરેના કાર્યક્રમો યોજાયા હતા.તમામ પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.